logo

શ્રેષ્ઠ સુપરવાઇઝર અને બીએલોની કામગીરી કરનાર કાવલીના સાજીદ પટેલનું મામલતદારના હસ્તે સન્માન થયું.

તા.૨૮ શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જંબુસર મામલતદાર સાહેબ તેમજ નાયબ મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અને સુપરવાઇઝર શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને મતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે મામલતદાર સાહેબ દ્વારા વર્તમાન સમયમાં મત અધિકાર ની મહત્વતા તેમજ મતદાન જાગૃતિ અંગે ભારતીય ચૂંટણી પંચની ભૂમિકા સમજાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કમલેશભાઈ પટેલે કર્યું હતું.. આ તબક્કે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જંબુસર રેલવે વિસ્તાર પ્રાથમિક શાળાના શિક્ષક સાજીદભાઈ પટેલ કાવલીવાલાને શ્રેષ્ઠ બીએલઓ સુપરવાઇઝર અને ધર્મેન્દ્રભાઈ ગોહિલને શ્રેષ્ઠ બીએલઓ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જંબુસર મામલતદાર સાહેબ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

0
0 views